મહેસાણામાં ખેતરમાં પાક જોવા ગયેલા પટેલ યુવાનનું દર્દનાક મોત, ખેતરમાં કંઈક એવું બન્યું કે… સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આવું દર્દનાક મોત મળશે…

Published on: 4:29 pm, Thu, 2 February 23

મહેસાણામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં પાક જોવા ગયેલા એક યુવાનનું ખેતરની અંદર દર્દનાથ મૃત્યુ થતાં પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. વિગતવાર વાત કરીએ તો મહેસાણાના લાંધણજ નજીક ખેતરમાં પડેલા વાયર પગને અડી જતા એક યુવાનને જોરદાર કરંટ લાગ્યો હતો.

આ કારણસર યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ખેતરમાં પડેલો જીવલેણ વાયર વીજ કંપનીનો હતો કે પાક રક્ષક માટે રાખવામાં આવ્યો હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે આ ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિક્રમભાઈ મફતલાલ પટેલ હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. વિક્રમભાઈ પોતાના પરિવાર સાથે મહેસાણા તાલુકાના લાંધણજ ગામમાં રહેતા હતા અને ખેતીકામ સાથે સંકળાયેલા હતા.

સાંજના સમયે વિક્રમભાઈ આંબલીયાસન રોડ પર શ્રીનાથ ફેક્ટરી પાસે આવેલા ખેતરમાં પાક જોવા માટે ગયા હતા. પાક જોઈને જ્યારે તેઓ ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ખેતરમાં પડેલો વાયરને બાજુમાં કરવા જતા જ તેમને હાથમાં જોરદાર કરંટ લાગ્યો હતો.

કરંટ એટલો જોરદાર હતું કે વિક્રમભાઈના આખા શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બનતા જ નજીકમાં રહેલા અન્ય એક ખેડૂત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ તાત્કાલિક મૃત્યુ પામેલા વિક્રમભાઈના પરિવારજનોને કરી હતી. પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચીને વિક્રમભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહેસાણામાં ખેતરમાં પાક જોવા ગયેલા પટેલ યુવાનનું દર્દનાક મોત, ખેતરમાં કંઈક એવું બન્યું કે… સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આવું દર્દનાક મોત મળશે…"

Leave a comment

Your email address will not be published.


*