ચોટીલા પાસે લગ્નમાં જતી કાર પર ડમ્પર ગોથું ખાઈ ગયો, કારમાં સવાર સસરા-જમાઈ ચુંદાઈ જતા બંનેનું ઘટના સ્થળે તડપી તડપીને મોત… હૈયુ કંપાવી દે તેવો અકસ્માત…

Published on: 5:05 pm, Thu, 2 February 23

હાલમાં રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના વિશે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ અકસ્માતની ઘટનામાં ચોટીલા-સાયણ વચ્ચે વણકીના પાટીયા પાસે આજરોજ એક કાર પર કોલસાથી ભરેલો ડમ્પર પલટી ખાઈ ગયો હતો.

જેના કારણે કારમાં સવાર સસરા-જમાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

વિશાળ ડમ્પર કાર પર પલટી ખાઈ જતા કારનું પડીકું વળી ગયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. કારમાં ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં એક મહિલા અને એક બાળક ઈજાગ્રસ્ત થયા છે. પરિવારના સભ્યો કાર લઈને જામનગરથી નડિયાદ લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર વણકી ગામના પાટીયા પાસે જ્યારે પરિવારને કાર પહોંચી ત્યારે અચાનક જ કોલસાથી ભરેલું ડમ્પર કાર પર પલટી ખાઈ ગયું હતું.

જેના કારણે કારમાં સવાર જમાઈ અને સસરાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અચાનક જ કોલસાથી ભરેલો ડમ્પર કયા કારણોસર પલટી ખાઈ ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને ચોટીલા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચોટીલા પાસે લગ્નમાં જતી કાર પર ડમ્પર ગોથું ખાઈ ગયો, કારમાં સવાર સસરા-જમાઈ ચુંદાઈ જતા બંનેનું ઘટના સ્થળે તડપી તડપીને મોત… હૈયુ કંપાવી દે તેવો અકસ્માત…"

Leave a comment

Your email address will not be published.


*