આપણા ખજૂર ભાઈ ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજની ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા અને જીગ્નેશ કવિરાજને કહ્યું એવું કે…

Published on: 4:49 pm, Tue, 19 April 22

જ્યારે જ્યારે પણ કોઈને કંઈ પણ મદદની જરૂર હોય છે ત્યારે આપણા ગુજરાતના ખજૂર ભાઇ તરીકે જાણીતા એવા નીતિનભાઇ જાની કે તેઓ ‘કોમેડિયન કિંગ’ તરીકે પણ ઓળખાય છે. તેઓ મદદે દોડી જતા હોય છે અને લોકોની મદદ કરે છે. ત્યારે તેમને એવી ખબર પડતાં કે જીગ્નેશ કવિરાજ ને અમુક શૂટિંગ અકસ્માતમાં ઈજા પહોંચી હોવાથી તેમની ખબરઅંતર પૂછવા દોડી ગયા.

જીગ્નેશ કવિરાજનો શૂટિંગ સમયે અકસ્માત થયો હોવાથી તેમને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેથી તેમની ખબર પૂછવા ગુજરાતના બીજા ઘણા કલાકારો આવતા હોય છે. ત્યારે હાલ ગુજરાતના કોમેડી કિંગ તરીકે જાણીતા અને બીજી તો વાત કરીએ તો ગુજરાતના ‘દેવદૂત’ પણ કહી શકાય એવા ખજૂર ભાઈ તેઓ જીગ્નેશ કવિરાજ ની ખબર અંતર પૂછવા ગયા હતા.

જીગ્નેશ કવિરાજનું થોડા દિવસ પહેલા શૂટિંગ ચાલતી હતી તે સમયે બાઇક પર બેસીને રોલ હતો તે વખતે તેઓ પડી ગયા હતા તેથી તેમના હાથ અને પગમાં ઇજાઓ પહોંચવાથી ફેક્ચર આવ્યું હતું. તેથી ડૉક્ટરો દ્વારા તેમને એક મહિના સુધીનો આરામ કરવા જણાવ્યું હતું.

ત્યારે ખજુરભાઈ ત્યાં પહોંચીને જીગ્નેશ કવિરાજને ખબર અંતર પૂછ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે જલદી સાજા થઇ જાઓ અને ફરીથી બધા સાથે મળીને ભેગા થઈને વાતચીતો કરીયે. ગુજરાતના ઘણા કલાકારો તેમની ખબરઅંતર પૂછવા આવ્યા હતા.

પરંતુ જ્યારે ખજૂરભાઈ તેમની ખબરઅંતર પૂછવા ગયા ત્યારે જીગ્નેશ કવિરાજ ખૂબ ખુશ થઈ ગયા અને બંને સાથે બેસીને હાસ્યની વાતો કરી અને તેના ફોટા આજે સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છેઅને વાયરલ થઈ રહ્યાં છે.

ત્યારે ખજૂર ભાઈ ના ચાહક મિત્રોએ જણાવતા કહ્યું કે કોઈપણ તકલીફ હોય તે જાણીને ખજૂરભાઇ તેમની મદદે દોડી જતા હોય છે. ત્યારે જણાવતા કહ્યું ખજૂર ભાઈ આજે લોકોની સેવા માટે ગુજરાતમાં મોખરે છે. અને તેમણે ઘણા બધા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. તેથી જ તેમને ગુજરાત ‘દેવ દૂત’ તરીકે ઓળખવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આપણા ખજૂર ભાઈ ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજની ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે પહોંચ્યા અને જીગ્નેશ કવિરાજને કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*