સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર 9 વર્ષની બાળકીએ સાવ નાની એવી વાતમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે. માતા-પિતાની વાતનું ખોટું લાગતા દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
મૃત્યુ પામેલી 9 વર્ષની બાળકીનું નામ પ્રતીક્ષા હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના તમિલનાડુના પેરિયાકુપ્પમથી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતીક્ષા ના માતા પિતાએ તેને ભણવામાં ધ્યાન આપવાનું કહ્યું હતું. આ વાતનું ખોટું લાગતા જ માત્ર 9 વર્ષની પ્રતીક્ષાએ ટુવાલ વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર પ્રતીક્ષાના પિતાએ તેને રમતી જોઈ હતી. આ દરમિયાન પિતાએ દીકરીને ઘરની ચાવી આપી હતી અને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહ્યું હતું. ત્યાર પછી પ્રતીક્ષા ના પિતા બાઇકમાં પેટ્રોલ ભરવા માટે નીકળી ગયા હતા. રાત્રે લગભગ 8.15 વાગ્યાની આસપાસ પ્રતીક્ષા ના પિતા ઘરે પહોંચ્યા હતા.
આ દરમિયાન ઘરનો દરવાજો બંધ હતો તેમને દરવાજો ખખડાવ્યો પરંતુ પ્રતીક્ષાએ દરવાજો ખોલ્યો નહીં. દીકરી નો જવાબ ન મળતા જ પિતા ખૂબ જ ગભરાઈ ગયા અને તેમને ત્યાર પછી પાછળની બારી તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
ત્યારબાદ પિતા તાત્કાલિક દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ભણવાની વાતનું ખોટું લાગતા નવ વર્ષની પ્રતીક્ષાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર નવ વર્ષની બાળકીને તેના પડોશીઓ ‘ઇન્સ્ટા ક્વીન’ પણ કહેતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો