બનાસકાંઠાના ઈકબાલગઢ હાઈવે પર બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ…

Published on: 12:24 pm, Wed, 26 January 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નેશનલ હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર હાઇવે પર બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેઓને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે. અકસ્માત કયા કારણોસર બન્યો તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી.

પરંતુ રાત્રિના સમયે બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને આ ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમે કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની હજુ કોઈ ઓળખ મળી નથી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બનાસકાંઠાના ઈકબાલગઢ હાઈવે પર બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*