આખલાના કારણે વધુ એક વ્યક્તિનું મોત..! ગોંડલમાં આખલાના કારણે પત્નીની નજર સામે ધણીનું કરુણ મોત…’ઓમ શાંતિ’

Published on: 5:05 pm, Fri, 17 February 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના ગોંડલમાંથી સામે આવી રહી છે. અહીં રખડતા આખલાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વિગતવાર વાત કરીએ તો ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પતિ પત્ની ગુરૂવારના રોજ સાંજના સમયે ગોંડલ થી વાછરા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ઘોઘાવદર ચોક પાસે અચાનક જ બાઇકની સામે આખલો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયા હતા.

બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હેમરેજ થઈ જવાના કારણે પતિનું કરુણ મૃત્યુ થયું હતું. મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંજયભાઈ જયંતીલાલ રાવલ હતું.

સંજયભાઈ અને તેમના પત્ની નેહાબેન ગુરુવારના રોજ સાંજના સમયે બાઈક પર ગોંડલ થી પોતાના ગામ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં રખડતા આખલાના કારણે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંજયભાઈનું બ્રેઇન હેમરેજ થઈ જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી સંજયભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. સંજયભાઈના મૃત્યુ સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું.

બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સંજયભાઈ સૌથી મોટા હતા. સંજયભાઈના મૃત્યુના કારણે એક દીકરા અને દીકરી એ પિતાની છત્રછાયા ગુમાવી છે. મિત્રો ગોંડલમાં આ ઘટના પહેલીવાર નથી બની પરંતુ આ પહેલા પણ રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આખલાના કારણે વધુ એક વ્યક્તિનું મોત..! ગોંડલમાં આખલાના કારણે પત્નીની નજર સામે ધણીનું કરુણ મોત…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*