ખેડૂતો માટે માઠા સમાચાર,નવરાત્રી ના નોરતા વચ્ચે વધુ એક વાવાઝોડાનો ખતરો

62

ભારતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય વેળાએ વધુ એક વાવાઝોડાનો ખતરો સર્જાયો છે.ઉત્તરીય અંદમાન ના સમુદ્રમાં નવું લો પ્રેસર સર્જાવાની અને તેના પ્રભાવ હેઠળ વાવાઝોડુ ઉદભવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે ઉત્તરીય અંદમાન સમુદ્રમાં 10 મી ઓક્ટોબર આસપાસ લો પ્રેસર સર્જાઈ શકે છે.

જે દક્ષીણ ઓડીશા તથા ઉત્તરીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે. ઓડીશા માટે ઓક્ટોબર ના નવા વાવાઝોડાના મહિના તરીકે જ ગણવામાં આવે છે. નવા વાવાઝોડાનો ખતરો સર્જાતા સરકાર એલર્ટ થઈ ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

નેઋત્ય ચોમાસાની વિદાય તથા વાવાઝોડાનો ખતરો દર્શાવતી નવી સિસ્ટમને પગલે હવામાન વિભાગ દ્વારા 9 મી ઓક્ટોબર થી ઓડીશા માટે યલો એલર્ટ ની ઘોષણા કરવામાં આવી છે.ઘણા શહેર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ઓડિશા માં અત્યાર સુધીમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા મોટાભાગે ઓક્ટોબરમાં જ ત્રાટક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!