પાટીદાર સમાજના નેતાઓ પર હવે પુરા સમાજને આશા,પાટીદાર નેતાઓ કરશે આ પાર્ટીને સપોર્ટ

64

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર લોકો કઈ પાર્ટી સાથે જોડાશે તેની ચર્ચાઓ હાલ માં ખૂબ જ વધારે ચાલી રહી છે.ચૂંટણી નજીક આવતાં ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને ખૂબ જ સારો એવો દાવ રમ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ પાટીદારોને પોતાના પક્ષમાં લઈ જવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે.

હવે જોવાનું એ છે કે પાટીદાર અનામત આંદોલન દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે તેઓ આ ચૂંટણી દરમિયાન કોને સપોર્ટ કરશે.તમને જણાવી દઈએ કે પાટીદાર લોકોનું કહેવું છે કે જો આ 31 તારીખ સુધીમાં તેમની માગ પૂરી કરવામાં આવશે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપને સપોર્ટ કરશે.

આ મુદ્દે ચર્ચા કરવા માટે ચાર તારીખે મીટીંગ કરવામાં આવી હતી પણ હાર્દિક પટેલ કે ગોપાલ ઇટાલીયાઆ મિટિંગમાં આવ્યા ન હતા.હાલમાં આ નેતાઓ અલગ અલગ પાર્ટીમાં રાજનીતિ કરી રહ્યા છે.

પાટીદાર સમાજના લોકોનું કહેવું છે કે તો સરકાર તેમની માંગ નહિ માને તો આવનારી ચૂંટણીમાં તેમનો વિરોધ કરવામાં આવશે.પાટીદાર સમાજ 31 તારીખ સુધી રાહ જોશે એ પછી તેઓ સરકાર નો વિરોધ કેવી રીતે કરવો અને શું કરવું તે નક્કી કરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!