દોઢ વર્ષનો બાળક ઘરે રમતો હતો એવામા પરિવારના કોઈ સભ્યએ પાણી ગરમ કરવા હીટર મૂક્યુ, ત્યારબાદ બાળક સાથે થયું એવું કે તેને જોઈને આખો પરિવાર રડવા લાગ્યો

Published on: 12:19 pm, Sun, 12 September 21

ઘણા બનાવો આપણી આસપાસ બનતા જ રહે છે અને તેને જાણીને આપણને બધાને દુઃખ લાગતું હોય છે. આવા ઘણા બનાવો દરરોજ બનતા હોય છે. આજે આપણે એક એવા જ બનાવ વિશે જાણીએ જેને જાણીને તમને પણ ઘણું દુઃખ થશે.

આ બનાવ સાબરકાંઠાના તલોદ તાલુકાના સવાપુરા ગામેથી એક ઘટના સામે આવી છે, અહીંયાં એક દોઢ વર્ષના બાળકને હીટરનો કરંટ લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો અને દુખની વાત એ છે કે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

પરિવારમાં કોઈએ ન્હાવા માટે પાણી ગરમ કરવા માટે ડોલમાં હીટર મૂક્યું હતું અને તેવામાં તેમના પરિવારનું દોઢ વર્ષનું બાળક રમતા-રમતા ત્યાં ડોલ પાસે પહોંચી ગયું હતું.

એ વખતે તેને હીટર ને પકડી લીધું હતું અને તેને કરંટ લાગ્યો હતો ત્યારબાદ પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા અને હોસ્પિટલમાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો.

જે વખતે આ બનાવ બન્યો પછી પરિવારમા શોક નું વાતાવરણ સર્જાયું હતું અને બાળકના માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. જે વખતે તેમને ખબર પડી કે તેમના બાળકનું મૃત્યુ થઈ ગયું છે તો જાણે તેમના પર દુઃખનો પહાડ તૂટી ગયો હોય એવું લાગતું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દોઢ વર્ષનો બાળક ઘરે રમતો હતો એવામા પરિવારના કોઈ સભ્યએ પાણી ગરમ કરવા હીટર મૂક્યુ, ત્યારબાદ બાળક સાથે થયું એવું કે તેને જોઈને આખો પરિવાર રડવા લાગ્યો"

Leave a comment

Your email address will not be published.


*