બે બાઇક વચ્ચે જબરદસ્ત ટક્કર થતા અકસ્માત, 2 યુવાનોના મૃત્યુ, 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Published on: 12:15 pm, Sun, 12 September 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી જાય છે અકસ્માતમાં અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે છત્તીસગઢની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ છત્તીસગઢ જશપુરમાં શનિવારના રોજ બપોરે બેદરકારીને કારણે 2 યુવકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ શનિવારના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માતો સર્જાયું હતું.

બંને બાઈક વચ્ચે ટક્કર એટલી જોરદાર થઈ હતી કે અકસ્માતમાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.  ઉપરાંત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ બંને બાઈક પર 3-3 લોકો સવાર હતા. જેમાંથી એક પણ યુવકે હેલ્મેટ પહેર્યું નહોતું. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં ખસેડવામાં આવ્યું હતું.

એટલા જ માટે કોઇ પણ વખત મુસાફરી કરતી વખતે બાઈક પર બેથી વધારે વ્યક્તિઓ ને બેસવું ન જોઈએ અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ફરજીયાત પહેરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!