ફરી એક વખત સોનાં ચાંદીની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો આજના ભાવ

અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજને મંજૂરી મળ્યા બાદ અર્થવ્યવસ્થામાં ધારણાએ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં નરમાશ જોવા મળી છે. ભારતીય બજાર પણ અસર પડી રહી છે. બુધવાર એમસીએકસમાં સોનું 0.25 ટકા ઘટીને 44744 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ હતું.

ચાંદીની કિંમત માં 0.74 ટકા ઘટીને 67011 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.બુધવારે અમદાવાદ માં ગોલ્ડ માર્કેટમાં હાજર માં સોનાની કિંમત 44451 પ્રતિ દસ ગ્રામ બોલાઇ રહી છે.

જયારે ગોલ્ડ ખ્યુચર 44763 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ હતું. સોમવારે દિલ્હીના ગોલ્ડ માર્કેટમાં કિંમત વધીને 44150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહી હતી જયારે એક દિવસ પહેલા કિંમત 43860 રૂપિયા દસ ગ્રામ હતી.

ચાંદીની કિંમત 66200 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં હાજરમાં સોનું એક ટકાનો ઉછાળો સાથે ટ્રેડ થઈ રહ્યું છે.સોમવારે તેની કિંમત 1716.51 ડોલર પ્રતિ ડોલર રહી છે.

જયારે યુએસ ગોલ્ડ ફ્યુચર માં 0.2 ટકા ઘટાડો આવ્યો છે અને તે 1714.20 ડોલર પર ટ્રેડ થઈ રહ્યુ છે.મંગળવારે અમેરિકાની સંસદમાં રાહક પેકેજ ને મંજૂરી મળ્યા પહેલાં અને બાદમાં પણ સોનાં ચાંદી માં ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે.

જયાં સુધી ભારતીય બજાર નો સવાલ છે તો વિશ્લેષકો નું માનવું છે કે,હાલ માં અહી સોનાં ની કિંમત માં થોડો ઘટાડો જોવા મળી શકે છે.જોકે 44300 પર સપોર્ટ છે જયારે 45000 પ્રતિકારક સપાટી છે.

ચાંદીમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને તે 66200 નજીક સપોર્ટ છે.બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઇટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટ નું હોલ્ડિંગ મંગળવારે 0.1 ટકા ઘટીને 1061.98 ટન પર પહોંચી ગયું છે.

એક દિવસ પહેલા તે 1063.43 ટન પર પહોંચી ગયું છે.એક દિવસ પહેલા તે 1063.43 ટન પર હતું.સોનાના રોકાણકારો નો રસ ધીમે ધીમે ઘટી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*