ગુજરાતમાં ફરી એક વખત સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો આજનો સિંગતેલનો ભાવ…

81

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ, ખાદ્યતેલ, એલપીજી ગેસ સીલીન્ડર અને શાકભાજી સહિતની વસ્તુઓના ભાવમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.

આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ કપાસિયા તેલના ભાવ અને સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

કપાસિયા તેલમાં ભાવ વધતા દેશની સામાન્ય અને ગરીબ જનતાનું બજેટ ખોરવાઇ ગયું છે. કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ફરસાણના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.

રાધાની મહિનો શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં અનેક તહેવારો જેવા કે રક્ષાબંધન, સાતમ આઠમ અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ઘરમાં ફરસાણ અને મિષ્ટાન બનાવે છે તે દરમિયાન જ રાજ્યમાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

મળતી માહિતી મુજબ સીંગતેલ અને કપાસિયાતેલમાં ભાવની વાત કરીએ તો રાજકોટમાં આજે 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 2435 રૂપિયાથી લઈને 2485 રૂપિયા સુધી મળે છે. ત્યારે આજરોજ કપાસિયાતેલમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસિયાતેલમાં વધારો થતા ડબ્બાનો ભાવ 2456-2485 રૂપિયા થયો છે.

લોકડાઉન માં કપાસિયા તેલના ભાવ ની વાત કરી હતી તો પાસેના તેલ ના ડબ્બા નો ભાવ 1500 રૂપિયા હતો. પરંતુ ખાદ્યતેલમાં સટ્ટાખોરીના કારણે ભાવમાં સતત ઊથલપાથલ થતી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!]