ગુજરાતમાં આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે….

Published on: 5:36 pm, Sat, 16 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાઓમાં તો અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિઓ સર્જાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિ ભારે વરસાદ પડવાના કારણે નદી, નાળા, ડેમ અને તળાવમાં પાણીની નવી આવક થાય છે.

એવામાં હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આજથી 22 તારીખ સુધી વરસાદનું જોર કરશે. ત્યાર પછી ધીમે-ધીમે ફરી એક વખત ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 22 તારીખ પછી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં આગામી 24 થી 30 જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

વધુમાં આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 થી 26 જુલાઈ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે ના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ધરમપુરમાં 5.5 ઇંચ, કપરાડામાં 5 ઇંચ, ખેર ગામમાં 3.5 ઇંચ, ચીખલી, તલાલા, વાપી અને વઘઈમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે…."

Leave a comment

Your email address will not be published.


*