પાટણના રાધનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટતાં રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ, 6 લોકોના કરૂણ મોત… હાઈવે રોડ મોતની ચિંચયારીઓથી ગુંજી ઉઠ્યો…

Published on: 3:28 pm, Wed, 15 February 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટીયા પાસે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ટ્રકમાં જીપ કાર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વિગતવાર વાત કરે તો પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ ઉપર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપ કારનું અચાનક જ ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યાર પછી બેકાબુ બનેલી જીપ રોડ ઉપર ઉભેલા ટ્રકની સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં જીપમાં સવાર 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે દસ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે અને મૃત્યુ પામેલા લોકોના નામ હજુ પણ સામે આવ્યા નથી.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે જીપ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાના કારણે હાઇવે રોડ મોતની ચિનચારીઓથી ગુંજી ઉઠ્યો હતો. પોલીસ માટે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાટણના રાધનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટતાં રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ, 6 લોકોના કરૂણ મોત… હાઈવે રોડ મોતની ચિંચયારીઓથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*