આજના ગણેશ ચતુર્થીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બોલ્યા કે…..

Published on: 2:27 pm, Sat, 22 August 20

કોરોનાવાયરસ ની મહામારી ના સામે સમગ્ર વિશ્વ જજુબી રહ્યું છે. હાલમાં કોરોનાવાયરસ ના કારણે ગણેશ ઉત્સવ જાહેરમાં ઉજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વખતે ના સમયગાળામાં દરેક લોકોના આસ્થાના પ્રતિક એવા દરેક તહેવારો પર સરકાર દ્વારા રોગચાળા ન ફેલાય તે માટે દરેક તહેવાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની કામના કર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટવીટર માં ટ્વીટ કરીને કહ્યું કે , આપ સર્વને ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોરિયા! ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુભેચ્છાઓ.ભગવાન શ્રી ગણેશ નો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું કે સર્વત્ર આનંદ અને સમૃદ્ધિમાં રહે તેવી હું કામના કરું છુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજના પાવન પર્વે પર દેશ ના 130 કરોડની જનતાને શુભેચ્છા પાઠવી છે. તેને કહું કે લોકો ના પરિવારને સમૃદ્ધિ અને આનંદ મળે તેવી પ્રાર્થના ભગવાન શ્રી ગણેશને કરી છે.