રક્ષાબંધનના દિવસે બહેનો પાસે રાખડી બંધાવીને વાડીએ ગયેલા ભાઈ સુસાઈડ કરી લીધું… બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…

Published on: 11:27 am, Sat, 2 September 23

ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે રહેતા એક યુવકે અગમ્યા કારણોસર વાડીએ જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે બે બહેનોના એકના એક ભાઈ રક્ષાબંધનના દિવસે સુસાઇડ કર્યું હતું.

આ ઘટના બધા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે 23 વર્ષનો કેતન ખટાણા નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. જાણવા મળી રહ્યું છે કે રક્ષાબંધનના દિવસે કેતન પોતાની બંને બહેનો પાસે રાખડી બંધાવીને વાડીએ ગયો હતો.

વાડીએ ગયા પછી સાંજ થઈ ગઈ છતાં પણ કેતન ઘરે પરત આવ્યો નહીં. એટલે ઘરના સભ્યો કેતનને બોલાવવા માટે વાડીએ પહોંચ્યા હતા. આ દરમિયાન વાડીએ કેતન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ઘરના સભ્યો હચમચી ગયા હતા. ઘટનાની માહિતી મળતા ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ કેતનને નીચે ઉતારીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં હાજર ડોક્ટરે કેતનને મૃત જાહેર કર્યો હતો. કેતન બંને બહેનોનો એકનો એક ભાઈ હોવાથી પરિવારના સભ્યો કેતનની માતા અને બહેનોને જાણ કર્યા વગર જ તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે કેતનની બહેનોને કેતનના મોતના સમાચાર મળ્યા ત્યારે બંને બહેનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

23 વર્ષના કેતને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અગમ્યા કારણોસર સુસાઇડનો કેસ નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. રક્ષાબંધનના દિવસે બે બહેનોનો એકનો એક ભાઈ સુસાઇડ કરી લેતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રક્ષાબંધનના દિવસે બહેનો પાસે રાખડી બંધાવીને વાડીએ ગયેલા ભાઈ સુસાઈડ કરી લીધું… બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*