“હું ઉદાસ છું…” આવું ફેસબુક પર લખીને 25 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કર્યું… જાણો એવું તો શું બન્યું હશે…

Published on: 10:52 am, Sat, 2 September 23

શુક્રવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરતા પહેલા યુવકે પોતાના facebook એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેને લખ્યું હતું કે, હું દુઃખી થવું દોસ્ત. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું.

તેના ઉપરથી પોલીસે તેની ઓળખ કરી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ શ્રવણ કુમાર હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. શ્રવણ કુમાર ગઈકાલે સવારે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બની તેના બે કલાક પહેલા શ્રવણકુમારે પોતાના facebook એકાઉન્ટ પર બે પોસ્ટ કરી હતી.

જેમાં પહેલી પોસ્ટમાં મૃત્યુ પામેલા યુવકે એક યુવતી વિશે કાંઈક લખ્યું હતું. જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું હતું કે હું ઉદાસ છું અને મારું મૂડ ઓફ છે. જાણવા મળી રહ્યું છે કે, યુવકના લગ્ન થયાના હતા, પરંતુ તેનું એક પરિણીત મહિલા સાથે અફેર હતું. યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતા પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, સુસાઇડ કરતા પહેલા યુવકે જે કપડામાં facebook પર પોસ્ટ મૂકી હતી, તે જ કપડામાં તેનું મૃતદેહ મળી આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“હું ઉદાસ છું…” આવું ફેસબુક પર લખીને 25 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કર્યું… જાણો એવું તો શું બન્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*