ખેડૂત આંદોલન ના 20 માં દિવસે ખેડૂતોએ સરકારને આપી આ મોટી ચેતવણી, કહ્યું કે જયા સુધી કૃષિ કાયદો હટશે નહિ ત્યાં સુધી…

Published on: 10:05 am, Tue, 15 December 20

નવા કૃષિ કાયદાની વિરુધ્ધમાં દિલ્હીની બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલન નો આજ રોજ 20 મો દિવસ છે. સોમવારે ભૂખ હડતાળ કર્યા બાદ હવે ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે તેઓ ખેડૂત કાયદા રદ કરાવ્યા વગર ધરણા સ્થળેથી હટશે નહીં. ખેડૂતોને આજે બેઠક કરીને આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરશે.કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકારની નીતિ અને દાનત બંને ચોખ્ખી છે.

જો ખેડૂતો તરફથી વાતચીતનો કોઈ પ્રસ્તાવ આવશે તો સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે આપી સરકારના કાયદા અને કોઈપણ સંજોગોમાં પાછા ખેંચશે નહિ.ખેડૂતોની ભૂખ હડતાળના કારણે હજાર લોકોએ સોમવારે.

દિલ્હીના આસપાસના વિસ્તારોમાં મુશ્કેલી ઝીલવી પડી હતી.હકીકતમાં સવારે 8 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી દિલ્હી ગાજીપુર બોર્ડર પર ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા.

તેમના સમર્થનમાં દિલ્હી મેરઠ હાઇવે ઉપર પણ ખેડૂતોના ધરણા પર બેસી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!