માળીયા-હળવદ હાઈવે પર ઘઉંથી ભરેલું કન્ટેનર બેકાબૂ થતા સામેથી આવતી કારને લગાવી જબરદસ્ત ટક્કર, કાર ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 12:24 pm, Wed, 11 May 22

હાલમાં હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર દેવળીયા ચોકડી નથી એક કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

ત્યારબાદ બેકાબૂ કન્ટેનર બીજી તરફ આવતી કાર સાથે અથડાયું હતું. આ અકસ્માતની કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.

પરંતુ રાજકોટમાં સારવાર મળે તે પહેલા તો કાર ચાલકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ હળવદ માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામની ચોકડી પાસે ઘઉંથી ભરેલું કન્ટેનર બેકાબુ થઇને સામેની બાજુથી આવતી GJ 18 BH 3274 નંબરની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં કારચાલક 26 વર્ષીય સુનિલકુમાર શ્યામજીભાઈ બારૈયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સુનિલભાઈને 108ની મદદથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ તેમને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ પહોંચે તે પહેલા તો સુનિલભાઈનું રસ્તામાં જ કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માળીયા-હળવદ હાઈવે પર ઘઉંથી ભરેલું કન્ટેનર બેકાબૂ થતા સામેથી આવતી કારને લગાવી જબરદસ્ત ટક્કર, કાર ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*