જામનગર-રાજકોટ હાઇવે પર જાનમાં વરરાજાની કાર અને ST બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ, 8 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 5:57 pm, Sat, 9 July 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. અહીં અકસ્માતની ઘટના અટકવાનું નામ જ નથી લેતી. ત્યારે જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલા નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં જાનની ગાડીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત વરરાજા સહિત 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર વરરાજાની કાર અને એસ.ટી બસ વચ્ચે ટક્કર થતા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર રાજકોટથી જામનગર હાઇવે પર આવેલા સાઈબાબાના મંદિર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રાજકોટથી ખીજડીયા ગામ જતી જાનની ગાડીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

જાનની કાર અને એસટી બસ વચ્ચે ટક્કર તથા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતના પગલે કારચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં વરરાજા સહિત પાંચ પુરુષો અને મહિલાઓ તેમજ ત્રણ બાળકોને ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતક વ્યક્તિના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના કયા કારણોસર બની તેની હજુ કોઈ પણ વિસ્તૃતમાં માહિતી સામે આવી નથી. આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે થઈ તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જામનગર-રાજકોટ હાઇવે પર જાનમાં વરરાજાની કાર અને ST બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ, 8 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*