સુરતના કાપોદ્રા રોડ ઉપર ઝડપી ડમ્પરે મોપેડ પર જતા વૃદ્ધ વ્યક્તિને કચડી નાખ્યા, વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે મોત… જુઓ ઘટનાનો હચમચાવી દેનારો વિડિયો…

Surat Kapodra Accident CCTV: આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે, આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના(Surat Kapodra Accident CCTV) રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો છાશવારે વાહન ચાલકોને કાળનો કોળિયો બનાવી લેતા હોય છે. સુરતના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાંથી ફરી એક વખત મોપેડ લઈને જઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધને પાછળથી ડમ્પર ચાલકે માથે ચડાવી દીધું હતું.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડમ્પર મેટ્રોની ચાલી રહેલી કામગીરી માટે ઉપયોગમાં લેવાતું હતું. જેથી સ્પેશિયલ કેસમાં શહેરમાં નિર્ધારિત સમય મર્યાદા છતાં ફેરવવા ની છૂટ હતી, જોકે લોકોએ માંગ કરી છે કે ડમ્પર ચાલક સામે માનવવધ નો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

મળતી માહિતી મુજબ સુમુલ ડેરી રોડ સરદાર નગર પાસે રહેતા કૌશલચંદ્ર મૂળજીભાઈ પટેલ સાડી ના વેપારી છે. તેમના પિતા 67 વર્ષીય મૂળજીભાઈ પટેલ ગત 4 જૂના રોજ સરથાણા ખાતે રહેતા તેમના ફુવાની તબિયત પૂછવા ગયા હતા. બાદમાં તેમના મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા, એ દરમિયાન કાપોદ્રા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે બ્રિજ ની બાજુમાં ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા હતા.

મૃતકની ફાઈલ તસવીર.

ડમ્પર નો વ્હીલ તેમના માથા પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો, અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિકોએ બનાવવાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારબાદ બનાવ અંગે પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,

આ સમગ્ર મામલે ડમ્પર ચાલક સામે કૌશલ ચંદ્ર પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ કરતા જાણવા મળ્યું હતું, ડમ્પર મેટ્રોની કામગીરીમાં ઉપયોગમાં લેવાતું હતું. એટલા માટે હેવી વ્હીકલ માટેની સમય મર્યાદા ની અવિધમાં પણ તેને શહેરમાં ફરવાની છૂટછાટ હતી.

ત્યારે મેટ્રોની કામગીરીને શહેરમાં વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવીને મોપેડ ચાલક પર ચડાવી દીધું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, અત્યારે પરિવાર અને સ્થાનિકો દ્વારા આ ઘટનામાં ડમ્પરચાલક વિરુદ્ધ માનવધ નો ગુનો દાખલ કરવામાં આવે અને આકરી સજા ચાલકને કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જેથી આવા અકસ્માતો થતા અટકી શકે, જોકે ઘટના બાદ ડ્રાઇવર નાસી છૂટ્યો છે અને તેને પકડવા પોલીસ દ્વારા ચક્ર ગતિમાન કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*