આજે આપણે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નાના રાફુદડ ગામે દોઢ મહિના પહેલા બનેલી એક જીવ લેવાની ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં પ્રેમિકાના જન્મદિવસના દિવસે પ્રેમીએ પ્રેમિકાને કેક કાપવા માટે બોલાવી હતી. આ દરમિયાન કોઈ કારણોસર બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.
માથાકૂટ આટલી વધી ગઈ કે પ્રેમીએ પોતાની જ પ્રેમિકાનું ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે હવે જામનગર એલસીબીએ ફરાર થયેલા આરોપીને દબોચી પાડ્યો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જામનગરના ચેલા ગામે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ કરજારીયાની દીકરી અર્ચના અને ભાવેશ રણછોડભાઈ સોનાગર વચ્ચે પ્રેમ સંબંધ હતા.
આ દરમિયાન ગત 5-4-2023ના રોજ અર્ચનાનો જન્મદિવસ હતો. જેથી ભાવેશે અર્ચનાને જન્મદિવસની ઉજવણી કરવા માટે પોતાની પાસે બોલાવી હતી. આ દરમિયાન વાડીની ઓરડીમાં બંને વચ્ચે લગ્ન કરવાની બાબતમાં બોલાચાલી થઈ ગઈ હતી. બોલાચાલી એટલી વધી કે કે ગુસ્સામાં ભરાયેલા ભાવેશે ધારદાર વસ્તુ વડે અને પથ્થર વડે અર્ચના ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. ત્યારે હાલમાં પોલીસે આરોપીને દબોથી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર અર્ચના નો જીવ લીધા બાદ આરોપી સૌપ્રથમ ખંભાળિયાના પીરલખાસર ગામે ગયો હતો.
ત્યાં તેની સુધી પોલીસ પહોંચી જશે આ વાતની જાણ થતા જ પછી તે, જામખંભાળિયા, દ્વારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઈ, ગોવા, પુના, મુંબઈ, દિલ્હી અને ગોહાટી સહિતના સ્થળે સંતાતો સંતાતો ફરતો હતો. બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો