અરે બાપ રે..! ઝડપી કાર ચાલકે રસ્તા પર જતી 4 છોકરીઓને પાછળથી જોરદાર ટક્કર લગાવી…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 11:16 am, Mon, 12 December 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. આપણે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ તેનું પરિણામ ભોગવવું પડતું હોય છે.

ત્યારે હાલમાં તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલક રસ્તા ઉપર જઈ રહેલી 4 વિદ્યાર્થીનીઓને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે વિદ્યાર્થીનીઓ હવામાં ફંગોળાઈને રોડ પર નીચે પડી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, સ્કૂલ યુનિફોર્મમાં 4 વિદ્યાર્થીનીઓ રસ્તા ઉપર જતી જોવા મળી રહે છે. આ દરમિયાન ત્યાંથી એક ટ્રક પસાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પૂરપાડ ઝડપે આવતી એક કાર વિદ્યાર્થીનીઓ તરફ આવતી જોવા મળી રહે છે.

આ ઝડપી કાર રસ્તા ઉપર શાંતિથી જઈ રહેલી ચાર વિદ્યાર્થીનીઓને પાછળથી જોરદાર ટક્કર લગાવે છે. કારચાલક ત્રણ વિદ્યાર્થીનીઓને પોતાની સાથે ધસેડી જાય છે. આ બેકાબુ બનેલી કાર આગળ જઈને એક દુકાનના થાંભલા સાથે અથડાય છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનામાં બેકાબુ બનેલી કારની અડફેટેમાં આવેલી વિદ્યાર્થીનીઓ સાથે શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ ઘટનામાં વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હશે.

અને દુકાન પર બેઠેલા અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હશે તેવું વિડિયો જોતા લાગી રહ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે..! ઝડપી કાર ચાલકે રસ્તા પર જતી 4 છોકરીઓને પાછળથી જોરદાર ટક્કર લગાવી…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*