ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે…

Published on: 4:38 pm, Thu, 22 July 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં 2-3 જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ડીઝલનો 100 રૂપિયાની નજીક છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જ મહત્વનું નિવેદન આપ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવમાં સતત વધારાના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતના પેટ્રોલ-ડીઝલ પર અન્ય રાજ્યો કરતાં ભાવ ખૂબ જ ઓછો છે. અન્ય રાજ્યમાં તો પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને ની સપાટી પર પહોંચી ગયો છે.

જો બીજા રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટશે તો જ ગુજરાત રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. આવું કહીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાનો ભાર બીજા રાજ્ય પર નાખી દીધો છે.

દેશમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો 17 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પહોંચ્યો છે. જેમાં તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, લદાખ, જમ્મુ કાશ્મીર, કેરળ, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ભોપાલ, દિલ્હી અને પોંડીચેરી નો સમાવેશ થાય છે.

દેશમાં રાજસ્થાનમાં ગંગાનગર અને મધ્યપ્રદેશમાં અનુપપુર મા પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી વધારે છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 113.21 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 103.15 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*