કોરોનાવાયરસ ની કહેર વચ્ચે ગુજરાતના આ શહેર માટે આવ્યા રાહતના સમાચાર,જાણો વિગતે

Published on: 4:01 pm, Sat, 3 October 20

ગુજરાત રાજ્યમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે સૌથી વધારે કેસ રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેર માંથી આવી રહ્યા છે.કોરોના ની ખરાબ પરિસ્થિતિ વાત છે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર ગણી શકાય તેવા રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલમાં રાજ્યમાં દૈનિક કેશો 1300 ના આંકડાને પાર થઈ જાય છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં 173 નવા કેસ નોંધાયા હતા. જોકે તેની સામે 240 લોકોએ કોરોના ને મ્હાત આપી હતી. આમ નવા આવેલા કેસો માંથી 67 લોકો કોરોના માંથી રિકવર થઇ ગયા હતા.

આમ અમદાવાદ શહેરમાં કોરોના ના એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો હતો.અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે બે વખત તમને અખબારી યાદી પ્રમાણે શહેરમાં 3614 એક્ટિવ કેસો છે. ત્યારે શહેરમાં કુલ સક્રમિતો ની સંખ્યા 34,576 છે. તેમાંથી 29,190 લોકોએ કોરોના ને મહાત આપવામાં સફળ રહ્યા છે.

ક્યારે સારવાર દરમ્યાન 1772 લોકોના કોરોના થી મોત થયા છે.અમદાવાદીઓ માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા બે થી ત્રણ દિવસથી શહેરમાં એક્ટિવ કેસ કરતા રિકવર થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

કોરોનાના નિયમો નું પાલન અમદાવાદીઓ આવી જ રીતે કરતા રહેશે તો કોરોનાને હરાવવામાં અમદાવાદ ખૂબ જ જલ્દી સફળ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!