ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત…

Published on: 10:19 pm, Tue, 17 August 21

ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે જે પૈકી પીવાના પાણી માટે 56 જળાશયોમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી પાણીનો સંગ્રહ કરીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારોમાં છોડવાનો આદેશ આપ્યો છે.

ખેડૂતોના ઉભા પાકને બચાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જળસંપતિ સચિવશ્રી જાદવ એ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ ખેડૂત હેતુલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઈના પાણી માંગણી કરવામાં આવી છે.

તે વિસ્તારોમાં પાણી છોડવામાં આવશે અને ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ હેક્ટર જમીનને પાણી મળી રહે તેટલું પાણી છોડવામાં આવશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 141 ડેમમાંથી 36 દેહમાં પીવાનું પાણી બે મહિના નો સંગ્રહ કરેલું છે. તેમજ સૌરાષ્ટ્રના 79 ડેમમાંથી 148200 હેક્ટર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાની આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં મળતી માહિતી મુજબ 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાના ફૂલઝર કોટડા, ઉંડ-1, ઉમીયાસાગર, આજી-4, ફૂલઝર-2, ઉંડ-૩, રૂપારેલ, વોડીસંગ, સસોઇ, સપડા, ફૂલઝર-1, પન્ના, વીજરખી ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!