ગુજરાત રાજ્યના આ લોકોને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતવાર

359

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,ગુજરાત રાજ્યના ખેડૂતો અને પશુપાલકો ના હિતને વરેલી રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દુધના પાવડર નિકાસ માટે પ્રતિ કિલો રૂપિયા 50 ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નીતિન પટેલે કહ્યું કે,આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાઉડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે.જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દુધના પાવડર નિકાસ ઘટી છે.

અને રાજ્યના સહકારી દૂધ સંઘ પાસે હાલ અંદાજે ₹1850 કરોડની કિંમતના 90000 મેટ્રિક ટન દૂધ પાવડર નો જથ્થા નો ભરાવો થયો છે. દૂધ સંઘની મોટા પ્રમાણમાં મૂડીરોકાણ ગઈ છે અને તેના પર વ્યાજ નું ભારણ વધી રહ્યું છે. અનુ સીધું નુકસાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકોને જિલ્લા સંઘોને થતુ નુકશાન અટકાવવા માટે દુધના પાવડરમાં નિકાસ થાય તે જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દુધના પાવડર કરતાં અન્ય દેશોના દુધના પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યા છે જેથી આપણા દુધના પાવડર નિકાસ કરી હોય તો નીચા ભાવે દુધના પાવડર વેચવા પડે ને જ દૂધ સંઘ નીચા ભાવે દુધના પાવડર નિકાસ કરવા મોટું આર્થિક નુકસાન કરવું પડે તેમ છે.

આ માટે આ ઉદ્યોગ ને લગતા ઘણા લોકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને સહાય માટે રજૂઆત કરી હતી.રજૂઆતને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.1/11/2020 થી છ મહિના સુધી અમુલ દ્વારા જેટલા દુધના પાવડર નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો 50 રૂપિયા.

રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને ₹150 કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય દૂધ સંઘોને આપશે જેના કારણે લગભગ 50 હજાર મેટ્રીક ટનથી વધુ દુધના પાવડરમાં નીકાસ થઇ શકશે.

જેથી દૂધના પાઉડરનો સ્ટોકમાં ઘટાડો કરતા દૂધની ડેરી ની રકમ છૂટી થશે અને વ્યાજ નું ભારણ ઘટશે અને દૂધ સંઘોને આવક વધશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!