ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ને લઈને કોંગ્રેસ જાહેર કર્યા વધુ 2 ઉમેદવારોના નામ, જાણો કઇ બેઠક પર કોનુ છે નામ

206

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજરોજ વધુ બે બેઠક પર ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે.ડાંગ, કપરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા સોમવારના રોજ ધારી, કરજણ, અબડાસા અને ગઢડા બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ દ્વારા તમામ આઠ બેઠક પર ઉમેદવાર ના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આજરોજ કોંગ્રેસે કપરાડા બેઠક પરથી બાબુ વરઠા અને ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિત ના નામની જાહેરાત કરી હતી.

જ્યારે લીમડી બેઠક પરથી હજી સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.કોંગ્રેસ માં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં પાંચ અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડી હતી. આઠ બેઠકો પરની બેઠકો ખાલી પડતાં 3 નવેમ્બરના રોજ ફરી એક વખત પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે બંને પક્ષ ધમધોકાર તૈયારી કરી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 16 ઓક્ટોમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.17 ઓક્ટોમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે.

3 નવેમ્બરને રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!