ગુજરાત રાજ્યમાં આજથી આટલા દિવસ સુધી મેઘરાજા કરશે મેઘતાંડવ, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 15 થી 17 ઓક્ટોબર એટલે કે ત્રણ દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 16 અને 17 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 17 ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે અને સાથે 15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં.

ખેડવા માટે ની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વરસાદના આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે.ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદ નો રાઉન્ડ આવી શકે છે.હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યમાં 15 થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એક વખત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબર સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો વરસાદ 44.18 ઈંચ નોંધાયો છે જ્યારે સિઝનનો કુલ 135 ટકા કરતા વધુ સરેરાશ વરસાદ ખાબકી ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*