કોરોના મહામારી વચ્ચે વાહનચાલકો માટે આવ્યા મોટા ખુશી ના સમાચાર, જાણો વિગતે.

રાજ્યના હજારો વાહનચાલકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે.રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે સરળતા રહે તે માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યો છે.આ ફેરફાર ને કારણે વાહચાલકો હવે સરળતાથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

આરટીઓ દ્વારા વાહનચાલકોને ઓટોમેટિક કારથી પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની મંજૂરી આપવામાં આવી છે.બીજી તરફ ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા લોકોને ફરજિયાત પણે સાઈડ મીરર અને હેલ્મેટ પહેરવું પડશે.

અને જો કોઈ વ્યક્તિ સાઈડ મીરર વગર ટુ વ્હીલર લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જશે તો તેને ટેસ્ટ લેવામાં આવશે નહિ.રિપોર્ટ અનુસાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં હવે કાર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ઇચ્છતા લોકો ઓટોમેટીક કારનો પણ ઉપયોગ કરી શકશે.આ ઉપરાંત કારને રિવર્સ અને પાર્કિંગ કરતી વખતે કૅમેરા ચાલુ રાખી શકાશે અને મહત્વનું છે કે અમદાવાદના સુભાષ બ્રિજ RTO માં હાલ 20 જેટલી ઓટોમેટીક કાર પ્રતિદિન ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે છે.

આરટીઓએ ડ્રાઇવિંગ લાઇસન્સ ના નિયમોમાં ફેરફાર કર્યા હોવાના કારણે કોઈપણ આરટીઓ અધિકારી કે પછી આ કામ સાથે સંકળાયેલી પ્રાઇવેટ એજન્સી ના માણસો રિવર્સ કેમેરા અને સજજ ટેકનોલોજી થી સજજ મોટરકારને ટેસ્ટ ડ્રાઈવ માટે મનાઈ ફરમાવી શકશે નહીં.

વાહન વ્યવહાર વિભાગના આ નિર્ણયને કારણે રાજ્યના હજારો વાહનચાલકોને લાયસન્સ મેળવવા માટે ખૂબ જ સરળતા રહેશે અને માહિતી વાહન વ્યવહાર વિભાગ ના અગ્ર સચિવ દ્વારા આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*