લગ્નમાંથી પરત ફરી રહેલા 3 મિત્રોને નડ્યો અકસ્માત : ગાયને બચાવવા જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 મિત્રોના કરૂણ મૃત્યુ…

Published on: 11:48 am, Sun, 20 February 22

માતરના રઘવાણજ ગામ નજીક આવેલ રેલિયા ગરનાળા નજીકના વળાંકમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાયને બચાવવા જતા મોટરસાયકલ પથ્થર સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ મિત્રો જમીન પર પડ્યા હતા. આ ઘટનામાં ત્રણ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક મીત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

હાલમાં ત્રીજા મિત્રને સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બધી માહિતી અનુસાર માતર તાલુકાના કઠોડા ગામમાં રહેતા ત્રણ યુવકો 16 તારીખના રોજ સોખડા લગ્નમાં જવા માટે નીકળ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરા કરીને રાત્રે ત્રણ વાગે ત્રણેય મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં બાઈકની સામે અચાનક ગાડી આવી ગઈ હતી. જેથી તેને બચાવવા જતા મોટરસાયકલ બેકાબુ થઇ ગઈ હતી અને પથ્થર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ધણી મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘટનાની જાણ 108ની ટીમ ને કરી હતી.

એક મિત્રનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે એક મિત્રનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતમાં અર્જુન અને અલ્પેશ નું મૃત્યુ થયું છે. જ્યારે કેતનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

અકસ્માતની ઘટના બની ત્યારે અલ્પેશ બાઇક ચલાવી રહ્યો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાંથી પરત ફરી રહેલા 3 મિત્રોને નડ્યો અકસ્માત : ગાયને બચાવવા જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 મિત્રોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*