એકના એક લાડકવાયા દીકરાનું મૃત્યુ : નવસારીમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પાએ બાઈક ચાલકને લગાવી ટક્કર – બાઈક ચાલક યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 12:24 pm, Mon, 21 February 22

આજકાલ છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે નવસારી માં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ નવસારી રેલવે સ્ટેશનથી ગુપ્તા હોટલ જતા સીંગલ લેન રોડ પર ગઇકાલે વહેલી સવારે પુરપાટ ઝડપે આવી રહેલ એક ટેમ્પાએ બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો.

આ ઘટનામાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માત બન્યા બાદ ટેમ્પોચાલક ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલો યુવક નવસારીના ઘેલખડી વિસ્તારને અડીને આવેલી શિવાની પાર્ક સોસાયટીમાં રહેતો હતો. મૃત્યુ પામેલા યુવાનનું નામ કૃણાલ કુંદનભાઈ ગુપ્તા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.

તે રવિવારના રોજ સવારે કોઈ કામ અર્થે પોતાની બાઇક લઇને ઘરે થી નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં પુરપાટ ઝડપે આવી રહેલા આઇશર ટેમ્પાના કૃણાલની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં કૃણાલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે ટેમ્પોચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કૃણાલ માતા-પિતાનો એકનો એક જ દીકરો હતો. કૃણાલના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એકના એક લાડકવાયા દીકરાનું મૃત્યુ : નવસારીમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પાએ બાઈક ચાલકને લગાવી ટક્કર – બાઈક ચાલક યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*