મુંબઇ થયું પાણી-પાણી, પુરી રાત વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન

ચોમાસુ જ્યારે વિદાય લેવા નું નામ નથી લઈ રહ્યું ત્યારે મુંબઈમાં ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું હોય તેવું લાગી રહ્યું છે.મુંબઈમાં આસપાસ નવી સિસ્ટમ એકટીવ થતાં સાંજે મોડી સાંજથી મુશળધાર વરસાદ ચાલુ થયો હતો. મોડી રાત્રે ત્રણ કલાક સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો ત્યારબાદ આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો. મુંબઈ વેધ શાળાના સત્તાવાર રિપોર્ટ પ્રમાણે સાન્તાક્રુઝ ક્ષેત્રમાં 286.4 મીમી તથા કોલાબા ક્ષેત્રમાં 147.8 મીમી વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે આખું મુંબઈ પાણી પાણી થઇ ગયું છે. વરસાદનું જોર વધતા લોકલ ટ્રેન અને બસ સેવા પણ બંધ કરવામાં આવતા લોકોને મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.અંધેરી થી માંડીને અનેક અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પણ પ્રભાવિત થયો હતો.

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના પગલે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું. પાલઘર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.

સમગ્ર મહાનગર જળબંબાકાર બનતા રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે સેન્ટ્રલ રેલવે ની ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. ચર્ચગેટ થી અંધેરી તથા એસટી સુધીની ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*