લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો..! દુલ્હનની વિદાયની થોડીક જ કલાકો બાદ એક જટકામાં વરરાજા અને દુલ્હનનું દર્દનાક મોત…પરિવારે હૈયાફાટ રૂદન કર્યું…

Published on: 4:57 pm, Sun, 7 May 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે આપણે એક દુઃખદ ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં કંઈક એવું બન્યું કે લગ્નની ખુશીમાં થોડીક જ કલાકોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ઘટનામાં લગ્નના થોડા કલાક બાદ જ વર અને કન્યાનું એક જ સાથે કરુણ મૃત્યુ થઈ ગયું હતું. એક જ ઝટકામાં બે પરિવારની ખુશીઓ માતમ માં ફેરવાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર લગ્નની વિધિ પૂર્ણ થઈ ગયા બાદ કારમાં વરાજો તેની દુલ્હનને લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમની કારને એક ટ્રેક્ટર એ જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં વર અને કન્યાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં વરરાજાનો સાળો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના બિહારના નાલંદા જિલ્લામાં બની હતી. વિગતવાર વાત કરીએ તો શુક્રવારના રોજ ગિરિયાયના સતુઆ ગામના રહેવાસી કારુ ચૌધરીની 20 વર્ષની દીકરી પુષ્પાના લગ્ન નવાદાના મહારાણા ગામના રહેવાસી 27 વર્ષના શ્યામ કુમાર સાથે થયા હતા.

પુષ્પાને શનિવારના રોજ બપોરના સમયે વિદાય આપવામાં આવી હતી. લગ્નની સંપૂર્ણ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ શ્યામ ઇનોવા કારમાં પોતાની દુલ્હન પુષ્પા અને સંબંધીઓ સાથે મહારાણા ગામમાં જતો હતો. બપોરના ત્રણ ચાર વાગ્યાની આસપાસ એ ઘરેથી ભરેલા ઝડપી ટ્રેક્ટરે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં શ્યામ અને પુષ્પા નો ઘટના સ્થળે જ દર્દનાથ મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત શ્યામનો સાળો અને કારચાલક ગંભીર રીતે હિજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ ઝટકામાં પરિવારની લગ્નની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. લોકો કહેતા હતા કે અમે દીકરીને ખુશીથી વિદાય આપી છે કોને ખબર હતી કે આવું કંઈક થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો