સેલવાસમાં સ્માર્ટ સિટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો… જાણો દીકરી પર એવું તો શું દુઃખ આવી પડ્યું..?

Published on: 10:30 am, Mon, 8 May 23

ગુજરાત રાજ્યમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના સેલવાસની સ્માર્ટ સિટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી યુવતીએ સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કંડકટર તરીકે ફરજ બજાવતી યુવતી ઉપર બસ સંચાલકોએ ટિકિટમાં રૂપિયાની ચોરી કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

જેના કારણે યુવતીને ફરજ પરથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ યુવતીએ અને તેના પિતાએ બસ સંચાલકો પાસે જઈને રજૂઆતો કરી. પરંતુ યુવતીની રજૂઆતો કોઈએ સાંભળી નહીં. બસ આજ વાતનું યુવતીને ખોટું લાગી ગયું અને યુવતીએ ઘરે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મૃત્યુ પામેલી યુવતીનું નામ સરસ્વતી હતું. સરસ્વતીનું મૃત્યુ થતાં જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સરસ્વતી સેલવાસની સ્માર્ટ સિટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હતી. આ દરમિયાન સ્માર્ટ સિટીના સંચાલકોએ સરસ્વતી ઉપર ટિકિટમાં રૂપિયા ચોરી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ચોરીનો આક્ષેપ લાગતા જ સરસ્વતીને નોકરી ઉપરથી દૂર કરવામાં આવી હતી. ત્યાર પછી સરસ્વતીએ તેના ઉપર લાગેલા તમામ આક્ષેપો સામે સ્માર્ટ સિટી બસના સંચાલકો અને અગ્રણીઓને વાત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ સરસ્વતીની વાત માનવા તૈયાર જ ન હતું.

એટલું જ નહીં પરંતુ સરસ્વતી ના પિતાએ પણ દીકરીને નોકરી ઉપર પરત લાવવા માટે બસના સંચાલકો સામે આજીજી કરી હતી. પરંતુ યુવતીને નોકરી પરત ન મળી અને આ વાતનું ખોટું લાગતા જ સરસ્વતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સેલવાસમાં સ્માર્ટ સિટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો… જાણો દીકરી પર એવું તો શું દુઃખ આવી પડ્યું..?"

Leave a comment

Your email address will not be published.


*