પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો..! જે દીકરાને માતા-પિતાએ કેનેડા ભણવા મોકલ્યો હતો, તે જ દીકરાનું મૃતદેહ જોઈને માતા-પિતા ભાંગી પડ્યા…

Published on: 1:15 pm, Sun, 14 May 23

મિત્રો તમને બધાને ખબર હશે કે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં વસતા ગુજરાતીઓના મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે આજે આપણે તેવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ. મૂળ ભાવનગરના(Bhavnagar) સિદસર ગામના(Sidsar village) એક પટેલ પરિવારના દીકરાનું કેનેડામાં મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર સિદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવક કેનેડાના(Canada) ટોરેંટો શહેરમાં અભ્યાસ કરતો હતો.

જે દીકરાને કેનેડા ભણવા મોકલેલો હતો તે જ દીકરાનું મૃતદેહ સફેદ કપડામાં વીંટળાયેલો જોઈને માતા-પિતા પડી ભાંગ્યા હતા. આજરોજ આયુષના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આયુષના પિતા રમેશભાઈ Dysp છે. મિત્રો તમને જણાવી દે કે રમેશભાઈ તત્કાલીન મુખ્યમંત્રી મોદીની સિક્યુરિટીમાં પણ રહી ચૂકેલા છે.

મળતી માહિતી અનુસાર ટોરેન્ટોમાં અભ્યાસ કરતો આયુષ સૌપ્રથમ ગુમ થયું હતું અને ત્યારબાદ તેનું મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આયુષ સાત દિવસ પહેલા અચાનક જ ગુમ થઈ ગયું હતું અને ત્યારબાદ તેનું મૃતદેહ મળી આવ્યું હતું.

વિગતવાર વાત કરે તો આયુષ ગત 5 તારીખના રોજ દરરોજની જેમ યુનિવર્સિટીમાં ગયો હતો. ત્યારબાદ આયુષ ઘરે આવ્યો ન હતો. જેથી આયુષના મિત્રોએ આ વાતની જાણ તેના પિતાને કરી હતી. ત્યારે આયુષના પિતાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. ત્યારબાદ બધા મિત્રોએ મળીને આયુષના ગુમા થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પછી પોલીસે આયુષની શોધ કોણે શરૂ કરી હતી. ત્યારે ટોરેન્ટો પાસે આવેલા એક પુલની નીચેથી આયુષ નું મૃતદેહ મળી આવ્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આયુષ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા આવ્યો હતો.

આયુષનો જીવ લેવામાં આવ્યો છે કે તેને સુસાઇડ કર્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. કેનેડામાંથી આયુષના મૃતદેહને ભારત લાવવા માટે ભારત સરકાર અને BAPS સંસ્થા દ્વારા મદદ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો