5 લોકોના ત્રાસથી કંટાળીને મોટી ઉંમરના વ્યક્તિએ સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી લીધી, સુસાઇડ નોટમાં લખ્યું કે,”મને ફસાવીને ગામમાં મારી ખોટી વાતો કરે છે, એટલે હું…”

ગુજરાતમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે માણવાદર તાલુકાના સરદારગઢ ગામે(Sardargarh village) રહેતા મહેશભાઈ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ પગલું ભરતા પહેલા મહેશભાઈ અધેરા એ એક સુસાઇડ(Suicide) નોટ પણ લખી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે પાંચ લોકોએ તેમને મળવા માટે મજબૂર કર્યો છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યું કે, મહેશભાઈ નામના વ્યક્તિના તેના મિત્રની પત્ની સાથે આડા સંબંધ હતા. આ બાબતમાં ઠપકો આપતા મિત્રની પત્ની અને અન્ય ત્રણ લોકોએ મહેશભાઈને મળવા માટે મજબૂર કર્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને માણાવદર પોલીસે સરદાર ગઢ ગામના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધ છે.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, સરદારગઢ ગામે પાનની દુકાન પર હું બેઠો હતો ત્યારે અચાનક જ તેમના ઘરની શેરીમાં લોકો ભેગા થઈ ગયા હતા અને મને બૂમ પાડીને બોલાવી રહ્યા હતા.

હું દોડીને ઘરે ગયો ત્યારે મારો નાનો ભાઈ ઝેરી દવા પીધેલી હાલતમાં મને જોવા મળ્યો હતો. પછી 108 ને ફોન કરીને અમે તેને સારવાર માટે તાત્કાલિક માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ દરમિયાન મારા નાના ભાઈએ મને રસ્તામાં જણાવ્યું હતું, આરોપીઓએ મને ખોટી વાતમાં ફસાવ્યો છે અને ગામમાં મારી ખોટી વાતો કરતા હતા જેના ત્રાસથી કંટાળીને મેં ઝેરી દવા પી લીધી છે. મહેશભાઈ નું જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મહેશભાઈનું મોત થયા બાદ તેમના ભાઈએ આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*