લગ્નની ખુશીમાં માતમ છવાયો..! ટ્રક અને બોલેરો વચ્ચે સામ-સામે જોરદાર ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત…4 લોકોના રિબાઈ રિબાઈને કરુણ મોત…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ વહેલી સવારે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં 2 મહિલાઓ સહિત 4 લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સૂરજપુર જિલ્લાના અંબિકાપુર-બનારસ સ્ટેટ હાઈવે ઉપર બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 10 જેટલા લોકો લગ્નમાં હાજરી આપીને બોલેરો માં સવાર થઈને પોતાના ગામમાં પરત ફરી રહ્યા હતા.

ત્યારે આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ તેઓ સૂરજપુર જિલ્લાના સોનગારા પહોંચ્યા હતા, અહીં એક ઝડપી ટ્રકે બોલેરોને જોરદાર ટક્કર લગાવી હતી. ટ્રક અને બોલેરો વચ્ચે સામસામે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. મરતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ અને બોલેરો ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને અંબિકાપુર જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા. ત્યારે રસ્તામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. બોલેરો માં ફસાયેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખો શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*