સ્વીફ્ટ કારમાં જતા 4 મિત્રોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, મિત્રની નજર સામે મિત્રનું મોત…અચાનક જ રસ્તામાં કંઈક એવું બન્યું કે…

Published on: 4:06 pm, Wed, 10 May 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે આજરોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વહેલી સવારે અબડાસા(Abdasa) તાલુકાના ભનાડા(Bhanada) નજીક એક કારનો ભયંકર અકસ્માત થયો હતો. આ ઘટનામાં 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર ગાંધીધામથી નલીયા ભરત આવી રહેલા લોકોની કાર માંડવી નલિયા ધોરી માર્ગ પર અચાનક જ રસ્તા ઉપરથી ઉતરી જતા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં ચાર લોકો સવાર હતા. આ ઘટનામાં ચારેય લોકોને અતિ ભારે ઇજા પહોંચી હતી. આ કારણસર એક 35 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયેલા યુવકોને પ્રથમ સારવાર માટે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી બે વ્યક્તિઓની હાલત વધારે નાજુક હોવાના કારણે તેમને વધુ સારવાર માટે ભુજની જે કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ નલિયા સરકારી લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ મૃતક યુવકના પરિવારના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો માંડવી નલિયા ધોરી માર્ગ પર આજરોજ વહેલી સવારે ભનાડા નજીક એક સ્વિફ્ટ ડિઝાયર કાર અચાનક જ બેકાબુ બનતા પલટી ખાઈ ગઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગાંધીધામથી પરત નલિયા આવી રહેલા 52 વર્ષીય રામજી નખસી જુવળ, 35 વર્ષીય મનજી વિરજી જંજક, 35 વર્ષીયા સુનિલ ખમુ બુચિયા નામના યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે.

જ્યારે અકસ્માતની ઘટનામાં 35 વર્ષીય નવીન નામના યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. નવીનના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતની ઘટના કયા કારણોસર બની તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો