માતાએ દીકરીનો જીવ લીધો : માતાએ પાણીથી ભરેલા ડ્રમમાં 9 મહિનાની દિકરીને ડુબાડીને તેનો જીવ લઇ લીધો, જાણો માતાએ શા માટે આ પગલું ભર્યું…

Published on: 4:39 pm, Tue, 28 June 22

મિત્રો હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની નવ મહિનાની બાળકીનો જીવ લઈ લીધો છે. માતાએ પાણીના ડ્રમમાં બાળકીને ડુબાડી દીધી હતી, આ કારણોસર બાળકીનું કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી લીધી હતી.

પૂછપરછ દરમિયાન આરોપી માતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આરોપી મહિલના લગ્ન થયા બાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું. એક વખત મહિલાએ પોતાના બધા વાળ કાપી નાખ્યા હતા અને પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી માતાનું નામ રેખા પ્રજાપત છે અને તેની ઉંમર 22 વર્ષની છે. પોલીસે રેખાની ધરપકડ કરી લીધી હતી. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, જ્યારે માસૂમ દીકરી બીમાર રહેતી હતી ત્યારે પરિવારના સભ્યો તેની સારવાર પર ધ્યાન આપતા ન હતા.

આ વાતથી નારાજ થઈને રેખાએ પોતાની દીકરીનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટનાને લઇને રેખાના પતિએ જણાવ્યું કે, તે આંખની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. 5 જૂનના રોજ તે સવારે હોસ્પિટલ જવા માટે નીકળી ગયો હતો. રેખાના પતિએ કહ્યું કે બપોરે 3.15 વાગ્યાની આસપાસ તેને તેની દીકરીના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

તેથી રેખા નો પતિ તાત્કાલિક ઘરે પહોંચી આવ્યો હતો. ત્યારે ઘરે માં રાખેલા 200 લિટરના ડ્રમ માંથી 9 મહિનાની દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. જ્યારે આ બાબત પર રેખાને પૂછવામાં આવ્યું ત્યારે દેખાય તેના પતિના ભાઈ અને ભાભી પર દીકરીનો જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તપાસ દરમ્યાન બધું સ્પષ્ટ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પોલીસે રેખાની કડક પૂછપરછ કરી હતી અને કડક પૂછપરછ રેખા એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો