બાઈક બંધ કરીને રેલવે ફાટક ક્રોસ કરી રહેલા યુવક સાથે બન્યું એવું કે, યુવકનું કરુણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ

Published on: 5:29 pm, Tue, 28 June 22

હાલમાં બનેલી અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ટ્રેનની અડફેટમાં આવી જતાં એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ દ્રશ્ય જોઇને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. રેલવે ફાટક ક્રોસ કરતી વખતે એક યુવકને ટ્રેનને જબરદસ્ત ટક્કર લગાવી હતી. યુવક બાઇક પર બેસીને રેલવે ફાટક ક્રોસ કરી રહ્યો હતો.

આ દરમિયાન ફાટકના ગેટ બંધ થઈ ગયા. ત્યારબાદ બાઈક સવાર યુવકે બાઈક બંધ કરી દીધી અને પગનાં સહારે બાઇકને આગળ ધકેલતો હતો. આ દરમિયાન યુવક ટ્રેનના પાટાની વચોવચ આવીને ફસાઈ જાય છે. આ દરમિયાન સામેથી આવી રહેલી ટ્રેનમાં બાઈક ચાલક યુવક આવી ગયો હતો.

આ ઘટનામાં યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના હરદોઈમાં બની હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાઇક ચાલક યુવક બંધ રેલવે ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન તે રેલવેના પાટાની વચ્ચે આવીને ઊભો રહી જાય છે. આ દરમિયાન તેને કશું સમજાતું નથી. બાઈકચાલક વ્યક્તિ કશું વિચારે તે પહેલા તો સામેથી આવતી ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી, યુવકના મૃતદેહને કબજે લઇ લીધું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રદીપ કુમાર હતું. પ્રદીપ કુમારની ઉંમર 30 વર્ષની હતી. પ્રદીપકુમાર લખનઉનો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર પ્રદીપકુમાર જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો