ઊંઘમાં સૂઇ રહેલા 20 વર્ષના દીકરાનો તેના પિતાએ જીવ લઈ લીધો, માત્ર નાની એવી બાબતમાં પિતાએ દીકરાનો જીવ લઇ લીધો છે – જાણો સમગ્ર ઘટના

Published on: 3:49 pm, Tue, 28 June 22

નવસારીના ખેરગામ તાલુકામાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. આ ઘટનામાં એક પિતાએ તેના દીકરાનો જીવ લઈ લીધો છે. પિતાએ ઊંઘમાં સૂઇ રહેલા 20 વર્ષના દીકરા પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લીધો હતો.

આ ઘટના બનતા જ ખેરગામ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા દીકરાનું નામ ગણેશ હતું. જ્યારે આરોપી પિતાનું નામ ભગુ પટેલ હતું. આ સમગ્ર ઘટનાને લઈને પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે, દીકરો ગણેશ બેરોજગાર હતો અને અને તે અવારનવાર પોતાના પિતા પાસેથી પૈસાની માંગણી કરતો હતો.

ગણેશ ના પિતા મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. ભગુભાઈ પટેલ દીકરાના પૈસા માંગવાની હરકતથી કંટાળી ગયા હતા. આ કારણોસર ઉગ્ર થઈને ભગુભાઈ પટેલે પોતાના દીકરાનો જીવ લઈ લીધો હશે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગણેશના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળને કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

પિતાએ કયા કારણોસર પોતાના દીકરાનું જીવ લીધો તેનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસ શરૂ થાય એવું કહેવામાં આવી રહ્યું છે કે દીકરો વારંવાર પિતા પાસેથી પૈસા માંગતો હતો. આ વાતથી કંટાળીને પિતાએ દિકરાનો જીવ લઈ લીધો છે.

હાલમાં કળિયુગમાં પિતા પુત્ર સહિત પરિવારના સંબંધોની ગરમીના લજવાઈ રહી છે. તેના કારણે આવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ ઘટના બનતા સમગ્ર જિલ્લામાં અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો