દહેજ માટે સાસુએ પુત્રવધુ સાથે ઝઘડો કર્યો, ગુસ્સામાં આવીને સાસુએ 4 મહિનાની પૌત્રીનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 12:09 pm, Sun, 26 June 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દાદીએ પોતાની 4 મહિનાની પૌત્રીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર સાસુ-સસરાને પુત્રવધુ સાથે દહેજ માટે ઝઘડો થઈ ગયો હતો. બોલાચાલી એટલી વધી ગઈ કે સાસુએ ગુસ્સામાં આવીને 4 મહિનાની પૌત્રીને જમીન પર પછાડી દીધી હતી.

આ ઘટના બન્યા બાદ ચાર મહિનાની પૌત્રીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થવા લાગી હતી. તેથી ચાર મહિનાની બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

આ ઘટના બન્યા બાદ સાસરિયાઓએ પુત્રવધૂની ધમકી આપી હતી કે, જો તું પોલીસને આ ઘટનાની જાણ કરીશ તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. ત્યારે શનિવારના રોજ રાત્રે મૃત્યુ પામેલી દીકરીની માતા તેના મામા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, 14મી જૂનના રોજ સાસુને તેની પુત્રવધૂ સાથે દહેજ બાબતે ઝઘડો થયો હતો. બોલાચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં આવીને સાસુએ 4 મહિનાની બાળકીને ખાટલામાંથી ઉપાડીને જમીન પર પછાડી દીધી હતી.

ત્યારબાદ બીજા ગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં હોસ્પિટલમાં 19 જૂનના રોજ સારવાર દરમિયાન બાળકીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બન્યા બાદ બાળકીની માતાને સાસરીયા વાળોએ ધમકી આપી હતી કે, આ વાતની જાણ કોઈને કરી તો તેનું પરિણામ સારું નહીં આવે.

ત્યારબાદ મહિલા શનિવારના રોજ રાત્રે તેના મામા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દહેજ માટે સાસુએ પુત્રવધુ સાથે ઝઘડો કર્યો, ગુસ્સામાં આવીને સાસુએ 4 મહિનાની પૌત્રીનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*