અમરેલીમાં દીકરીના લગ્ન પહેલા જ માતા અને પુત્રી એ પોતાનો જીવ કર્યો ટૂંકો, જાણો આવું શા માટે કર્યું…

Published on: 11:29 am, Thu, 2 September 21

જેમાં આજકાલ અમુક એવી ઘટનાઓ સામે આવે છે કે જેને વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. ત્યારે રાજ્યમાં અમરેલી ઘટના સામે આવી છે. ત્યારે ગઈ કાલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીકના ધારા ગામ ની એક માતા અને પુત્રી એ તેનો જીવ ટૂંકો કર્યો છે.

મળતી માહિતી અનુસાર સાવરકુંડલાના ધાર ગામમાં રહેતા હંસાબેન ખીજડીયા અને તેમની દીકરી ભૂમિબેન પોતાના ઘરમાં સાડી વડે પંખા સાથે લટકી અને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને પોલીસ દ્વારા હાથ પર લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા હંસાબેન કાંતિભાઈ ખીચડીયા ની ઉમર 52 વર્ષની અને તેમની દીકરી ભૂમિબેન કાંતિભાઈ ખીચડીયા ની ઉંમર 22 વર્ષની હતી.

તેઓનો પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતી કરતું હતું. પરંતુ તાઉતે વાવાઝોડાના કારણે તેમનું ગત વર્ષ નબળું ગયું હતું.  જેને લઇને પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઇ ગઇ હતી.

અને તેના કારણે માતા અને તેની પુત્રીએ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે મૃત્યુ પામેલી દીકરીના લગ્ન નજીક આવી રહ્યા હતા. વાવાઝોડાના કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઇ ગઇ હતી.

એના કારણે સમાજમાં પ્રસંગને લઇને બદનામીના ડરે માતા અને પુત્રી એ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. મૃત્યુ પામેલા માતા અને તેની દીકરી ના મૃતદેહને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!