ભાદરવી પૂનમના દિવસે અંબાજી જતા પદયાત્રીઓના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને, મોરારીબાપુ આટલા રૂપિયા આપીને તેમની મદદ કરશે…

Published on: 6:01 pm, Mon, 5 September 22

મિત્રો થોડા દિવસ પહેલા ભાદરવી પૂનમના દિવસે બનેલી ગંભીર અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચાલીને અંબાજી માતાના મંદિરે જ હતા. પદયાત્રીઓને એક ઇનોવાકારે કચડી રાખ્યા હતા. આ ઘટનામાં સાત જેટલા પદયાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા.

આ ઉપરાંત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પદયાત્રીઓ ભારે ઉત્સાહમાં માતાજીના મંદિરે દર્શન કરવા માટે ચાલીને જતા હતા. ત્યારે તેને રસ્તામાં અકસ્માત નડતા ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

પદયાત્રીઓએ વિચાર્યું પણ નહીં હોય કે તેમને આવું મૃત્યુ મળશે. ઘટના બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે આ ઘટના અંગે મોરારીબાપુ એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

ક્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોને મોરારીબાપુ તરફથી સાંત્વના રૂપે 5000 રૂપિયા આપવામાં આવશે. 30,000 રૂપિયાની રકમ અમદાવાદમાં રામકથા દ્વારા પહોંચતી કરવામાં આવશે. આ ઉપરાંત મૃત્યુ પામેલા પદયાત્રીઓની આત્માને શાંતિ મળે તે માટે મોરારીબાપુ એ પ્રાર્થના પણ કરી છે.

મિત્રો છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. અત્યાર સુધી આવી ઘણી બધી ગંભીર અકસ્માતની ઘટનાઓમાં ઘણા હસતા ખેલતા પરિવાર ગયા હશે. ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટનામાં સાત જેટલા રસ્તા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાદરવી પૂનમના દિવસે અંબાજી જતા પદયાત્રીઓના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને, મોરારીબાપુ આટલા રૂપિયા આપીને તેમની મદદ કરશે…"

Leave a comment

Your email address will not be published.


*