રેલવે ટ્રેક પાસે વિડીયો બનાવો ભારે પડી ગયો..! વિડીયો બનાવી રહેલા યુવક સાથે બન્યું કંઈક એવું કે…વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…

Published on: 5:21 pm, Mon, 5 September 22

મિત્રો સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારના જોખમી વિડીયો બનાવતા હોય છે. પરંતુ અમુક વખત તેમના આ જોખમી વિડિયો તેમના પર ખૂબ જ ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક યુવકને ઈન્સ્ટાગ્રામની રિલ્સ બનાવી મોંઘી પડી ગઈ છે.

આ યુવક ચાલતી ટ્રેનને બેગ્રાઉન્ડમાં લઈને વિડીયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન પૂરવાર ઝડપે આવતી ટ્રેને યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ઉછળીને રેલવે ટ્રેક પાસે પડ્યો હતો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના બની ત્યારે યુવકનો મિત્ર યુવકનો વિડીયો બનાવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બની આબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હાલમાં તેની સારવાર ચાલી રહી છે. યુવકની ઓળખ 17 વર્ષીય અક્ષય તરીકે થાય છે. મળતી માહિતી અનુસાર અક્ષય પોતાના મિત્ર સાથે રેલ્વે ટ્રેક પાસે રીલ બનાવવા માટે આવ્યો હતો. અક્ષય બેગ્રાઉન્ડમાં ટ્રેન આવે તેવો વિડીયો બનાવવા માગતો હોય છે. તેનો મિત્ર અક્ષયનો વિડીયો બનાવી રહ્યો હોય છે.

આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રેને અક્ષયને જોરદાર ટક્કર લગાવી હતી. વિડીયો બનાવાના ચક્કરમાં અક્ષયને ખબર જ ન રહી કે તે ટ્રેનના પાટાની ખૂબ જ નજીક ચાલ્યો ગયો છે. એક નાનકડી એવી ભૂલના કારણે અક્ષયનો જીવ પણ ચાલ્યો ગયો હોત.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનની ટક્કરના કારણે રીલ બનાવી રહેલો યુવક હવામાં ઉછળીને રેલવે ટ્રેક પાસે પડે છે. આ ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેલવે ટ્રેક પાસે વિડીયો બનાવો ભારે પડી ગયો..! વિડીયો બનાવી રહેલા યુવક સાથે બન્યું કંઈક એવું કે…વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*