વાંદરો પહોંચ્યો પોતાને પેટ ભરીને ખવડાવનાર વ્યક્તિની અંતિમયાત્રામાં, નનામી ઉપર બેસીને વાંદરાએ એવું કર્યું કે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા – જુઓ વિડિયો

Published on: 2:45 pm, Fri, 21 October 22

મિત્રો આજના સમયમાં માણસ દગો આપે છે. પરંતુ એક પ્રાણી કોઈ દિવસ દગો આપતું નથી. તમે પ્રાણી પ્રેમની ઘણી બધી ઘટનાઓ સાંભળી હશે. મિત્રો જો તમે કોઈ ભૂખ્યા પ્રાણીને કાંઈ ખવડાવો તો તે તમારું અહેસાન કોઈ દિવસ ભૂલતા નથી. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

જે વીડિયો જોઈને સૌ કોઈ લોકોની આંખમાં આંસુ આવી ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો નનામી ઉપર બેસીને મૃત્યુ પામેલા વ્યક્તિનો શ્વાસ ચેક કરતો જોવા મળી રહ્યો છે. વાંદરાને જાણીને વિશ્વાસ નથી આવતો કે આ વ્યક્તિ હવે દુનિયામાં નથી રહ્યો. વાયરલ થયેલો આ વિડીયો શ્રીલંકાનો છે.

બટ્ટીકોલોઆના રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજન દરરોજ મૂંગા પ્રાણીઓને ખાવાનું ખવડાવતા હતા. પીઠમ્બરમ રાજન મૂંગા પ્રાણીઓને પેટ ભરીને ખાવાનું આપતા હતા. તેઓ દરરોજ વાંદરા સહિતના પશુઓ અને પ્રાણીઓને ભોજન આપતા હતા. પરંતુ 17 ઓક્ટોબરના રોજ બીમારીના કારણે રાજનનું મૃત્યુ થયું હતું.

રાજનનું મૃત્યુ થતાં જ તેના પરિવાર અને પ્રાણીઓમાં માતમ છવાઈ ગયો હતો. રાજનભાઈના મૃત્યુના કારણે એક વાંદરાને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને રાજનભાઈની અંતિમયાત્રામાં આ વાંદરો અહીં આવ્યો હતો. વાંદરો રાજનભાઈના પાર્થિવ દેહ પાસે આવીને બેસી ગયું હતું. ત્યારબાદ વાંદરો રાજનભાઈના માથા ઉપર હાથ ફેરવે છે.

મિત્રો આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડવા લાગ્યા હતા. આ ભોળા મૂંગા પ્રાણીને શું ખબર તેનું દરરોજ ભેટ ભરનાર હવે આ દુનિયામાં નથી રહ્યો. એક પ્રાણીમાં માણસ માટે કેટલી કરુણા છે તે આ વીડિયો જોઈને તમે સમજી શકો છો.

વાયરલ થઈ રહેલો વીડીયો ટ્વિટર પર Subodh Kumar નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા કઠણ દિલના માનવી રડી પડ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે વાંદરો મૃત્યુ પામેલા વ્યક્તિના માથા ઉપર હાથ ફેરવે છે, ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાંદરો પહોંચ્યો પોતાને પેટ ભરીને ખવડાવનાર વ્યક્તિની અંતિમયાત્રામાં, નનામી ઉપર બેસીને વાંદરાએ એવું કર્યું કે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*