કોરોના ને લઈને કેન્દ્રની મોદી સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, સ્વિમિંગ પૂલ ઉપરાંત આ વસ્તુઓમાં આપવામાં આવી છુટ છાટ.

169

કોરોના ને લઈને કેન્દ્રની મોદી સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા નું પાલન 1 થી 28 ફેબ્રુઆરી સુધી પાલન અને ત્યારબાદ નવો નિર્ણય લેવામાં આવે તે મુજબ કાર્ય કરવાનું રહેશે. નવી માર્ગદર્શિકા પ્રમાણે કન્ટેનમેન્ટ ઘરની બહાર તમામ છૂટછાટ આપવામાં આવશે.

મહત્વની વાત એ છે કે સ્વિમિંગ તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. સાથે સાથે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માં હાલની માર્ગદર્શિકા યથાવત રહેશે.પ્રસંગો માટે ના હોલ સમતાના 50 ટકા અથવા વધુમાં 200 ને મંજૂરી આપવામાં આવી છે.

તદઉપરાંત સિનેમા ઘરોમાં 50 ટકા થી વધુની મંજૂરી અપાશે. લાંબા સમયથી બંધ સિનેમાઘરો પણ હવે 50 ટકાની મંજૂરી અપાશે. જોકે આ મામલે માહિતી અને પ્રસારણ વિભાગ SOP જાહેર કરશે.

તો પ્રદર્શન હોલ અંગેની SOP વાણિજ્ય મંત્રાલય બહાર પાડશે.ગુજરાત રાજ્યમાં ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આંશિક રાહત અથવા કરફ્યુ હટાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો સમય નજીક આવતા માસ્ક નો દંડ પણ ઓછો કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!