સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે.

258

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.

અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની કચ્છ મુલાકાત પૂર્વે ભાજપના આગેવાને રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગઇ છે.

ગુજરાત ભાજપ ડેટા સેલના પૂર્વ કન્વીનર ભરત સોનિ એ રાજીનામું આપી દીધું છે.જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ના રાજીનામાં બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવાજૂની ની શક્યતાઓ જોવાઈ રહી છે.

ભરત સોનીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને રાજીનામું આપી દીધું છે તેમજ પાર્ટી માટે અંગત કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. રાજીનામું સ્વીકારવા વિનંતી કરવામાં આવી છે.ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે.

અને રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીપંચ દ્વારા બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આયોજિત થાય તેવી અગાઉથી જ સંભાવના હતી.91700 થી વધારે ઇવીએમ નો ઉપયોગ થશે.

અને રાજ્યમાં આચાર સહિતા લાગુ થઈ ગઈ છે,અહીં બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મોરચો પણ અસ્તિત્વમાં આવી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત રાજ્ય માં ત્રિપાંખિયો જંગ યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!