31 જાન્યુઆરી સુધીમાં કોંગ્રેસ ચૂંટણીને લઈને આ કાર્ય કરે તેવી પૂરી શક્યતા, જાણો.

163

આગામી યોજનારી ૬ મહાનગરોની ચૂંટણીમાં 50 ટકા યુવાઓને એટલે કે નવા ચહેરાઓને તક આપવા માટે પાર્ટીએ મન બનાવી લીધું છે.કોંગ્રેસે સૌપ્રથમ તો જે-તે મહાનગરમાં થી ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને પાસેથી બાયોડેટા મંગાવ્યા હતા અને એ પછી જે તે દાવાઓના સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અને હવે ત્રીજા તબક્કામાં પાર્ટીના હોદ્દેદરો નામોની આખરી ઓપ આપવાની કવાયતમાં લાગી ગયા છે.હાલમાં કોંગ્રેસનો દર વખતની જેમ ચૂંટણી પહેલા જ પક્ષ પલટાનો દર સતાવી રહ્યો છે.જેના કારણે જેતે ઉમેદવારો પાસેથી બે નેતા ની બાહેધરી મંગાવવામાં આવી રહી છે.

કે તેઓ ચૂંટાયા પછી પક્ષ પલટો નહીં કરે. કોંગ્રેસ પક્ષમાં તથા મોટા પાયે દખા, વાદવિવાદ ઉભા થાય છે તેને શાંત પાડવા ડેમેજ કંટ્રોલની ભૂમિકા અદા કરશે.ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ નીતિ અપનાવવામાં આવશે.

ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે અને રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીપંચ દ્વારા બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આયોજિત થાય તેવી અગાઉથી જ સંભાવના હતી.

91700 થી વધારે ઇવીએમ નો ઉપયોગ થશે અને રાજ્યમાં આચાર સહિતા લાગુ થઈ ગઈ છે,અહીં બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મોરચો પણ અસ્તિત્વમાં આવી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત રાજ્ય માં ત્રિપાંખિયો જંગ યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!